ઝડપી જુઓQuick view

શ્રી મહાપૂજા - પૂજા સામગ્રીની યાદીShri Mahapuja: puja items list

આપણા ઘરે અથવા સ્થાને પૂજ્ય સંતો અથવા બ્રાહ્મણ મહાપૂજા વિધિ કરવા માટે પધારે તે પૂર્વે આપણે હવે બતાવ્યા મુજબની પૂર્વ-તૈયારી કરી રાખવી, જેથી તેઓ પોતાનો સમય તૈયારીમાં વધુ ન વાપરતાં મહાપૂજાની વિધિ માટે ફાળવી શકે.Before pujya Santos or a Brahmin arrive at our home or place to perform the Mahapuja vidhi, we should complete the preparation shown here, so they can give their time to the Mahapuja and not spend it on preparation.

ટેબલ પર ગોઠવણીSetup on the table

3કળશKalash
1ઠાકોરજીનું આસનThakorji's aasan
7આરતીની સામગ્રીAarti items
4સ્નાનની સામગ્રીSnan items
2બાજોઠ અને મંડળપટBajoth and mandalpat
8પૂજાપાની થાળીPujapa thali
5પંચામૃતPanchamrut
6પ્રસાદ, મુખવાસ, જળPrasad, mukhvas, water
9સહ યજમાનની થાળીSah-yajman thali
9સહ યજમાનની થાળીSah-yajman thali
યજમાનYajmanસંતો ખુરશી પરSantos on chairsયજમાનYajman

બધું એક મોટા ટેબલ પર. દરેક નંબર એક ફોટા સાથે મેળ ખાય છે.Everything on one large table. Each number matches a photo.

સંતો ખુરશી પર બેસે. યજમાનો ખુરશી પર અથવા નીચે બેસી શકે.Santos sit on chairs. Yajmans may sit on chairs or on the floor.

ઠાકોરજીનું આસન ઊંચું રાખોKeep Thakorji's aasan higher

સંતો ખુરશી પરSantos on chairs
થાળી, સામગ્રીThalis, items
2 · બાજોઠBajoth
ઉપર મંડળપટmandalpat on top
1 · આસનAasanઠાકોરજી, દીવોThakorji, deevo
ઊંચો આધારRiser
આગળ: સંતોની બાજુFront: santos side
પાછળBack

આસન મંડળપટ મૂકવા માટેના બાજોઠ કરતાં થોડું ઊંચું.The aasan sits slightly higher than the bajoth with the mandalpat.

ફોટા અને સૂચનાPhotos and steps

1. ઠાકોરજીનું આસન અને દીવોThakorji's aasan and deevo

સર્વપ્રથમ ઠાકોરજી(પંચમૂર્તિ)નું આસન અને અખંડ દીવો બતાવ્યા પ્રમાણે તૈયાર કરીને રાખવા. આ આસન મહાપૂજાના મંડળપટ મૂકવા માટેના બાજોઠ કરતાં થોડું ઊંચું હોવું જરૂરી છે. તેમ છતાં સંતો તથા યજમાનોને ચાંદલા માટે અનુકૂળ રહે તે રીતે તૈયાર કરવું. તે માટેનો નમૂનો આ ફોટોગ્રાફમાં દર્શાવવામાં આવેલો છે.First of all, prepare the aasan for Thakorji (Panchmurti) and the akhand deevo as shown. This aasan needs to be slightly higher than the bajoth on which the Mahapuja mandalpat is placed. Even so, prepare it so it is convenient for the Santos and yajmans to apply the chandlo. A sample is shown in this photograph.

2. બાજોઠ અને મંડળપટનું કાપડBajoth and mandalpat cloth

મહાપૂજાના બાજોઠ, બાજોઠ ઉપરનું મહાપૂજાનું મંડળપટ, મંડળપટ ઉપર ઠાકોરજી અને અન્ય અવતારો, દેવોનાં સ્વરૂપો આ મુજબ ગોઠવવાં. ફળો પણ દર્શાવ્યા પ્રમાણે ગોઠવવાં. જે તે ફળો જેવાં કે સફરજન, કેળાં, નારંગી, પેર વગેરે ગોઠવી શકાય.Arrange the Mahapuja bajoth, the Mahapuja mandalpat on the bajoth, and the swarups of Thakorji and the other avatars and devs on the mandalpat as shown. Arrange the fruits as shown too. Fruits such as apple, banana, orange, pear, etc. can be used.

3. પુણ્યાહવાચનનો કળશPunyahvachan kalash

કળશ અને શ્રીફળ આ મુજબ તૈયાર કરવા. કળશના કંઠમાં તેમજ શ્રીફળના મધ્યના ભાગમાં દર્શાવ્યા મુજબ નાડાછડી બાંધીને તૈયાર રાખવાં. કળશમાં અડધે સુધી શુદ્ધ જળ ભરી રાખવું.Prepare the kalash and shrifal (coconut) as shown. Tie nadachhadi around the neck of the kalash and around the middle of the shrifal, as shown. Fill the kalash halfway with pure water.

4. ઠાકોરજીના સ્નાન માટેની સામગ્રીItems for Thakorji's snan

ઠાકોરજીના સ્નાન માટે, તરભાણું અથવા સાદી ડિશ, નાગરવેલનાં પાન અથવા પુષ્પની પાંખડીઓ, સહેજ ગરમ પાણી ભરેલો લોટો, ઠાકોરજીને લૂછવા માટેનો નેપ્કીન તથા પંચામૃત આ પ્રમાણે તૈયાર રાખવાં.For Thakorji's snan, keep ready as shown: a tarbhanu or plain dish, nagarvel paan or flower petals, a lota of slightly warm water, a napkin to wipe Thakorji, and the panchamrut.

5. પંચામૃતPanchamrut

પંચામૃત તૈયાર કરવા પાંચ પદાર્થો – સાકર અથવા ખાંડ, દહીં, દૂધ, મધ, ઘીનું મિશ્રણ કરવું. એક વાડકીમાં દહીં અને દૂધ વધારે પ્રમાણમાં લઈ, એક ચમચી સાકર, એક ચમચી મધ અને એક ચમચી ઘી નાંખીને સહેજ ઘોળીને પંચામૃત તૈયાર કરવું.To make panchamrut, mix five ingredients: sakar or khand, dahi, dudh, madh and ghee. In one vatki, take more dahi and dudh, add one spoon of sakar, one spoon of madh and one spoon of ghee, and mix gently.

6. પ્રસાદ, મુખવાસ અને જળPrasad, mukhvas and water

પ્રસાદ માટે સાકરનો શીરો, અથવા પેંડા અથવા ડ્રાયફ્રૂટની મીઠાઇ, અથવા ફળો સુધારીને જે અનુકૂળ હોય તે એક અથવા બે પ્રસાદ તૈયાર રાખવા. મુખવાસ તેમજ ધરાવવાનું જળ પણ આ મુજબ તૈયાર રાખવું.For prasad, keep one or two ready, whichever is convenient: sakar no shiro, or penda, or a dry-fruit mithai, or cut fruits. Keep the mukhvas and the water for offering ready too, as shown.

7. આરતીની સામગ્રીAarti items

આરતીનો સામાન, આરતી, ઘંટડી, કપૂર વગેરે દર્શાવ્યા મુજબ તૈયાર રાખવાં.Keep the aarti items, aarti, ghantdi, kapoor, etc. ready as shown.

8. પૂજાપાની થાળીPujapa thali

પૂજાપાની થાળીમાં જુદી જુદી વાટકીઓમાં અબીલ, ગુલાલ, કંકુ, હળદર, જનોઈ, બે-ત્રણ નાડાછડી, ૧ સોપારી, ચલણી સિક્કા, પુષ્પની પાંખડીઓ, ૧ પાણી ભરેલી વાટકી અને ચમચી, ૧ ખાલી વાટકી (પાણી ઢોળવા માટે) દર્શાવ્યા મુજબ તૈયાર રાખવાં.In the pujapa thali, keep ready as shown: abil, gulal, kanku and haldar in separate vatkis; janoi; two or three nadachhadi; 1 supari; chalni sikka (coins); flower petals; 1 vatki of water with a spoon; and 1 empty vatki (to pour out water).

9. સહ યજમાનની થાળીSah-yajman thali

જો સહ યજમાન મહાપૂજામાં બેસવાના હોય તો તેમને બેસવા માટેનું આસન તેમજ તેમની પૂજાની થાળી આ મુજબ તૈયાર રાખવી. જેટલા યજમાનો મહાપૂજામાં બેસાડવાના હોય તેટલી થાળી તૈયાર કરવી. જે યજમાનોને પૂજામાં બેસાડવાના ન હોય તો તેઓ માટે જુદું આસન રાખીને બેસાડવા, જેથી તેઓ દૂરથી પૂજાવિધિનાં દર્શન કરી શકે. તેઓ માટે કંકુ અને નાડાછડી અનુકૂળતા પ્રમાણે તૈયાર રાખવાં.If sah-yajmans will sit in the Mahapuja, keep an aasan for them to sit on and their puja thali ready as shown. Prepare as many thalis as there are yajmans to be seated in the Mahapuja. Yajmans who will not be seated in the puja should be seated on a separate aasan, so they can do darshan of the puja vidhi from a distance. Keep kanku and nadachhadi ready for them as convenient.

અન્યOther

નોંધ : યજમાનોની સંખ્યા ૩થી વધારે હોય તો તે પ્રમાણેનાં નાગરવેલનાં પાન અને સોપારીની સંખ્યા વધારવી.Note: if there are more than 3 yajmans, increase the number of nagarvel paan and supari accordingly.

સહ યજમાન માટેની પૂજા સામગ્રીની યાદીPuja items list for each sah-yajman

મંડળપટ ન હોય ત્યારેIf there is no mandalpat

જો મહાપૂજાનું મંડળપટ ન હોય ત્યારે, લાલ અથવા સફેદ વસ્ત્ર ઉપર - ચોખાનું (લાલ વસ્ત્ર હોય ત્યારે) અથવા ઘઉંનું (સફેદ વસ્ત્ર હોય ત્યારે) અષ્ટદળ કમળ રચીને નીચે દર્શાવ્યા મુજબ ગોઠવણ કરવી.If there is no Mahapuja mandalpat, make an ashtadal kamal (eight-petal lotus) on a red or white cloth, using rice (on a red cloth) or wheat (on a white cloth), and arrange as shown below.

આ રચનામાં નીચે મુજબનાં સ્વરૂપોની પૂજા થાય છે :In this arrangement, the following swarups are worshipped:

#સ્વરૂપDirectionSwarup
1મધ્યમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજCentreShri Aksharpurushottam Maharaj
2પૂર્વમાં શ્રી ભગતજી મહારાજEastShri Bhagatji Maharaj
3દક્ષિણમાં શ્રી શાસ્ત્રીજી મહારાજSouthShri Shastriji Maharaj
4પશ્ચિમમાં શ્રી યોગીજી મહારાજWestShri Yogiji Maharaj
5ઉત્તરમાં શ્રી પ્રમુખસ્વામી મહારાજNorthShri Pramukh Swami Maharaj
6અગ્નિ દિશામાં શ્રી ગોપાળાનંદ સ્વામી આદિક પરમહંસોAgni (south-east)Shri Gopalanand Swami and other paramhansas
7નૈર્ઋત્ય દિશામાં શ્રી પર્વતભાઈ આદિક હરિભક્તોNairrutya (south-west)Shri Parvatbhai and other haribhaktos
8વાયવ્ય દિશામાં શ્રીકૃષ્ણાદિક અવતારો અને ઈશ્વરોVayavya (north-west)Shri Krishna and other avatars and ishwars
9ઇશાન દિશામાં શ્રી ગુણાતીત મંડળના ભક્તોIshan (north-east)Devotees of the Gunatit mandal
નોંધ : શ્રી મહાપૂજા અંગેની શ્રી મહાપૂજા કિટ, શ્રી મહાપૂજા બુક તેમજ શ્રી મહાપૂજા ઓડિયો સ્વામિનારાયણ અક્ષરપીઠના બુકસ્ટોલમાંથી પ્રાપ્ત કરી શકાશે.Note: the Shri Mahapuja kit, Shri Mahapuja book and Shri Mahapuja audio can be obtained from the Swaminarayan Aksharpith bookstall.

કિટKit

સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા તૈયાર કરવામાં આવેલી મહાપૂજા કિટમાં નીચે મુજબની સામગ્રીઓ પ્રાપ્ત થઇ શકશે. તે ઉપરાંતની સામગ્રીની વ્યવસ્થા જે તે યજમાને પોતાના ઘરમાંથી કરવાની રહેશે.The Mahapuja kit prepared by Swaminarayan Aksharpith includes the items below. Anything beyond these, the yajman must arrange from their own home.

મહાપૂજા વિસર્જનMahapuja visarjan

મહાપૂજા પૂર્ણ થયા બાદ, તમામ સભ્યોને મહાપૂજાનાં દર્શન કરાવવાં. તે દરમ્યાન પૂજ્ય સંતો અન્ય રૂમમાં જશે.After the Mahapuja is complete, let all members have darshan of the Mahapuja. During this time, the pujya Santos will go to another room.

મહાપૂજા બાદ યોગ્ય રીતે સમાપ્ત કરી, પૂજાનાં દ્રવ્યોને એક પ્લાસ્ટિકની બેગમાં ભરીને તેને નિકાલ માટે પધરાવવાં. જમીન વગેરે માટેની પૂજા હોય તો તે દ્રવ્યો જમીન ઉપર પધરાવી દેવાં.After concluding the Mahapuja properly, put the puja items in one plastic bag and respectfully place it for disposal. If the puja is for land, etc., place those items on the ground.

નોંધ : ઘરનાં બહેનો પણ મર્યાદા પ્રમાણે બાજુના રૂમમાં અથવા રૂમ મોટી હોય તો ભાઇઓની પાછળ સહેજ દૂર, સંતોની મર્યાદા સચવાય અને પૂજનવિધિ સંભળાય તે રીતે બેસીને, પૂજાની થાળી (સહ યજમાન જેવી) સાથે રાખીને મહાપૂજામાં જોડાઇને લાભ લઇ શકે છે.Note: the women of the house can also join and benefit from the Mahapuja, seated according to maryada in the next room, or, if the room is large, a little distance behind the men, in a way that the Santos' maryada is maintained and the puja vidhi can be heard, keeping a puja thali (like a sah-yajman's) with them.
ઝડપી જુઓQuick view